
અમે પાણીના ખાવોચિયાં અમને સાગર થવું નહી કલ્પે,
સ્થિરતાની શૂન્યતા માંહી વિશાળતા નહી કલ્પે.
સ્પર્ધા ચમકવાની ચાલે તો, તારો મારો ઝાંખો પડે,
અમે તારાનાં અજવાળાં, અમને ચંદ્ર થવું નહી કલ્પે,
ઊછીની રોશની લઈને ચમકી જવું નહી કલ્પે.
પુછી જો જો એ મૃગલાને કે શું સ્વાદ મૃગજળનો છે,
અમે ઝાંઝવાના દિવાના અમને ઊંડા તળાવો નહી કલ્પે,
સપનાં ઓ સાથે ડૂબી જવાય જ્યાં તેવાં ઊડાણો નહી કલ્પે.
એ તમારી બક્ષેલી ક્ષુધા છે માંગે છે ઝેરનો પ્યાલો,
અમે ઝેર પીવાને વરસ્યા, અમને અમૃત પીવું નહી કલ્પે,
પળે-પળે મરણ હોય જ્યાં, ત્યાં અમર થવું નહી કલ્પે.
રાખી શકાય તો રખજો "ચિત" અમને હરદમ તમારી સાથે,
અમે પાપણ બનીને રહીશું, અમને ઝૂલ્ફો થવું નહી કલ્પે,
નજરોની સામે જ રહ્યાં તો કરીશું અમને દૂર રહેવુ નહી કલ્પે.
"ચિંતન ટેલર"