Saturday, July 14, 2012

"મે ક્યાં કોઈ તખ્તોતાજ ની દરકાર કરી હતી"



મે ક્યાં કોઈ તખ્તોતાજ ની દરકાર કરી હતી,
તલાશ હતી તારી મજલ ને તું નારાજ હતી...

"ચિંતન ટેલર"

Friday, July 13, 2012

"પણ તારી અંદર હું ન હતો"



રોજની જેમજ
તારા આવવાની રાહ જોય
તું આવીય ખરી
પણ તારી અંદર હું ન હતો...

"ચિંતન ટેલર"

Thursday, July 12, 2012

"ચહેરોજ ન હતો"



લો આટલી બધી અઘરી પરીક્ષા કરવાની?
સીલેબસમાં તો તમારો ચહેરોજ ન હતો...

"ચિંતન ટેલર"

Monday, July 9, 2012

"મે જીંદગી ને પીધી છે"



પડળમાં જીંદગી જીવનારી તું યુગો યુગો માં ખોવાઈ ગઈ,
યાદ છે તું કહેતી હતી, હું તારા માટે, તું મારા માટે...

મારી ગઝલો બધી મારીજ છે, જોજો ના સક કરતાં,
જીવું છું તોજ લખું છું ને લખું છું જીવવાં માટે...

મારી જીંદગીની અંગત બાબતમાં દખલ કરનારા ધ્યાન આપે,
મે જીંદગીને પીધી છે સુરા માની ગમોને ઉતારવાં માટે...

"ચિંતન ટેલર"

Monday, July 2, 2012

"માં નો પડછાયો છે"



જે હર વખત, દર એક મુસીબતમાં મારી સાથે રહ્યો છે,
એ તું નથી ભગવાન, પણ મારી માં નો પડછાયો છે...

"ચિંતન ટેલર"

Saturday, June 30, 2012

"મેહુલ્યા તને લોકોએ ખુબ ચગાવ્યો છે"



ઉપરથી વરસીને હેઠો ઉતર નેવેથી,
મેહુલ્યા તને લોકોએ ખુબ ચગાવ્યો છે...

"ચિંતન ટેલર"

Friday, June 29, 2012

"વર્ષો વીતી ગયા"



આ દીલ સાથે આપણી ખાનગી વાત થઈ,
જાહેર થવાની વાતને વર્ષો વીતી ગયા...

"ચિંતન ટેલર"

Tuesday, April 17, 2012

"ગુજરાતી જેવી તું"



આ કાળજાળતી ગરમીમાં,
ગુજરાતી જેવી તું,
દુહા, છંદ, આખ્યાન,
મુક્તક, હાઈકુ માં તું...

ભાષા આખી માં તુજ જેવી,
સ્વર, વ્યંજન માં તું,
ગુજરાતી જો ક્યાંક સાંભળું તો,
સાંભરી આવતી તું...

ભાષાઓનો દેશ છે આપણો,
મન ફાવે તેમ બોલાતું,
પણ મુજને પંખીનું કલરવ,
ગુજરાતીમાં જ સમજાતું...

તું દેશમાં હું પરદેશી,
કેવી છે માં તું?
બાબલો આપણો અંગ્રેજીમાં શીખે,
DAD, HOW DO YOU DO?

આમ તો બચ્ચું મારૂ જયશ્રીકૃષ્ણ,
JSK માંજ બોલતું,
તારા બાલ ગોપલ ના નામને,
ટુકડે ટુકડે ગણગણતું...

મને જીવતેજીવત DAD કહે,
ને એની માંને MOM,
BRO, SIS, DEAR, NEAR માં,
ક્યારનીય ભુલાઈ ગઈ તું...

પરદેશમાં શું દાટ્યુ છે એવું,
સાચું તે કહેલું,
તારા જ ચરણોમાં જન્નત છે માં,
ગુજરાતીમાં કોઈકે લખેલું...

અમારી પાડોશી બહેનની ભાષામાં કહું તો...

ગુજરાતી માં સમજાવું છું હું,
સમજણ મે હે કુછ આતા?
બાપ ભલેને મરજો કોઈનો,
મરજોના કોઈની માતા...

જય ગુજરાતી

"ચિત" "ચિંતન ટેલર"

Saturday, March 3, 2012

"બસ એવીજ રીતે"



ચિત્રો પર ચિત્ર બનાવતો હતો ને તેમનો ચહેરો બની ગયો,
બસ એવીજ રીતે તું મારી સામે મહોરા પહેરીને આવે છે.

"ચિંતન ટેલર"

Friday, March 2, 2012

"તો ઈર્શાદ બોલ"



સાંભળવો હોય મુજને તો ઈર્શાદ બોલ,
ડૂસકાં પણ એવા ભરીશ કે તું વાહ કહી ઉથે.

"ચિંતન ટેલર"