Friday, July 30, 2010

"ક્યારેક તો લે તડપવાની મજા"



ક્યારેક તો આવ મારા પહેલા મને મલવા,
રોજ તડપાવે છે મને, ક્યારેક તો લે તડપવાની મજા.

"ચિંતન ટેલર"

"પાછળ વળીને જોયું તો હું જ હું હતો"



અધુરાઓને પાછળ મુકીને હું એવો આગળ નીકળી ગયો,
કે પાછળ વળીને જોયું તો હું જ હું હતો.

"ચિંતન ટેલર"

"સામું જોનારા મળતાં નથી"



જીવન આખું ખોનારા મડે, એક આંસુ ખોનારા મળતાં નથી,
પોતાના માટે રડ્યા કરે સહુ, બાકી રોનારા મળતાં નથી,
આશા રખી હોય છે જ્યાં "ચિત", ત્યાંજ પ્રેમ મળતાં નથી,
કોઈની રાહ જોશે અહી કોણ, સામું જોનારા મળતાં નથી.

"ચિંતન ટેલર"

"મળે ન મળે"



આજે ફરીથી એમની ગલીઓમાં ભટકી લઈએ,
ફરી ક્યારેય એ ઝરુખે ઉભા મળે ન મળે,
આજે ફરીથી એમના ચહેરાને વાંચી લઈએ,
ફરી ક્યારેય એમની નજરોથી આ નજર મળે ન મળે.

"ચિંતન ટેલર"

"આકાશ ને સિતારા બદલ્યા કરવાની આદત હતી"



કોઈ મને ન પુછે કે શું થયું?
કોઈ તેને ન પુછે તે શું થયું?
ખરતા સિતારા એ જોઈને તે તો નક્કી ન જ કરી શકાય ને કે ઉણપ તે
સિતારા માં હતી કે આકાશ ને સિતારા બદલ્યા કરવાની આદત હતી.

"ચિંતન ટેલર"

"એક હ્યદય જરુરી છે"



હાથોમાં એમનો હાથ છે, પણ યોજનોની દૂરી છે,
પોતાના માની લેવાની સમજણ હજુ અધુરી છે.

સ્મિતની પાછળ છુપાવો નહી રહસ્યો ઘણા અવગણનાના,
મિલન તમારું એવુ વિતે કે લાગે મળવું કોઈ મજબૂરી છે.

બનીને પાગલ જે સુવાસો પાછળ ભટકે વન માં વગડામાં,
તે મન મૃગલું શું જાણેકે નાભી માં કસ્તુરી છે.

કહો છો આવજો અધિરા બનીને આવીશું તો આવકારશો શું?
એક હ્યદય ને આવકારવા "ચિત" એક હ્યદય જરુરી છે.

"ચિંતન ટેલર"

"માત્ર આભાશ છે"



સમગ્ર વિશ્વને ગર્વ જે બે સિતારાઓ ની નીકટતા માટે,
તેમની વચ્ચે રહેલા અન્ય અનેક વિશ્વો આ વિશ્વને શી રીતે સમજાવે તે....
બે સિતારાઓની નિકટતાતો સમગ્ર વિશ્વ માટે માત્ર આભાશ છે

"ચિંતન ટેલર"

Thursday, July 29, 2010

"એટલે જ સુંદર ચહેરો"



શું કહેવું તે ચહેરા વિષે જેને જોતાની સાથે જ સર્વસ્વ સમર્પિત કરી દેવાનું મન તૈયાર થઈ જાય,
"તેમ કહી શકાય કે"
પ્રથમ નજરે જ છેતરપીંડી કરી લેવા માટે મળી ગયેલો પરવાનો એટલે જ સુંદર ચહેરો.

"ચિંતન ટેલર"

Wednesday, July 28, 2010

"અમે દરિયો બનીને છલકાયા-છલકાયા"



સમજતાં હતાં જે ને સુંદરને સરળ, ઘડીતે બની ગઈ સમસ્યા-સમસ્યા,
મુલાકાત હવે તો માંગી રહી છે, કઠીન કોઈ અમારી તપસ્યા-તપસ્યા.

મૃગજળ માણી ને એ તરસ્યા રહ્યા તો અશ્રૃ અમારા જ પીધા કર્યા,
છતાં પણ કહે છે હજુ છે તરસ, અમે વાદળ બનીને વરસ્યા-વરસ્યા.

શોધી રહ્યા છે ક્ષણો વીતેલી ચમકતાં આગિયાના અજવાળામાં,
જ્યોતિ બની ને કહે છે સળંગ અમે દાવાનળ થેઈ ને સળગ્યા-સળગ્યા.

છલકાય નહિ, કૂવા અને વાવ પણ છલકાય લાગણી અને "ચિત" પણ,
ઘડો બનીને કહે એ છલક, અમે દરિયો બનીને છલકાયા-છલકાયા.

"ચિંતન ટેલર"

"ઉત્તર અમારો એ હતો કે"



પ્રશ્ન તેમનો એ હતો કે
તેના પ્રેમને પામી લેવા પ્રયત્નો નું પુનરાવર્તન કેમ નહી?
ઉત્તર અમારો એ હતો કે
જ્યારે પોતાના જ પગલાં પોતાના જ મારગમાં ખાડા કરે તો
સ્થિર થઈને અટકી જવા સિવાયનો શ્રેષ્ઠ વિકલ્પ શું હોઈ શકે?

"ચિંતન ટેલર"