Saturday, July 10, 2010

"પ્રુથ્વી ગોળ છે"



આગળ વધવા માટે એક પગ જમીન પર મુકવા સાથે જ બીજો પગ ઉઠાવવો પડતો હોય તો કોઈ એક માત્ર પાછળ પાગલ થઈ જીવનની પ્રગતિ શી રીતે અટકાવી શકાય?
જો આ જવાબ આપી ને કોઈ વચનોથી છટકી જવા માંગતુ હોય તો તેમ કહી શકાય કે,
આમ જો આગળ વધ્યા જ કરશો તો મારી પાસે જ આવવું પડશે, "પ્રુથ્વી ગોળ છે".

"ચિંતન ટેલર"

"ચહેરા ઉપર જરા પડદો કરી દો"



મરવા માટે શસ્ત્રો ઘણાં છે,
આંખોને તમારી આજે બંધ કરી દો.

આજે ચાંદનીના અજવાળાં ઘણાં છે,
ચહેરા ઉપર જરા પડદો કરી દો.

ગગનમાંહી આજે વાદળ ઘણાં છે,
જુલ્ફોને તમારી નિયંત્રણ કરી દો,

જીવવા જીવન જરુરત નથી આ દુનિયાની,
બસ એકવાર "ચિત" થી સ્મિત કરી દો.

તરી જાઉં સમંદર એક પાપણનાં સહારે,
તમારી એક પાપણનું બસ દાન કરી દો.

"ચિંતન ટેલર"

"સાચા હ્યદયથી માંગેલું હંમેશા મળે છે"



જ્યારે કોઈ એમ કહે છે..... સાચા હ્યદયથી માંગેલું હંમેશા મળે છે,
છતાં પણ હજું સુધી એ નજર પણ નાંખતાં નથી,
લાગે છે કે જેટલી તીવ્રતાથી અમે નિકટતા માંગીએ છે,
તેટલી જ તીવ્રતાથી તે દૂરતા માંગતા હશે.

"ચિંતન ટેલર"

"એક તમારો સાથ અને બીજો એકાંત"



યાદ આવે છે તે સફરમાં તમારું મળી જવું,
જ્યારથી તમે મળ્યા છો ત્યારથી માત્ર બે જ પરિસ્થિતિ પસંદ પડે છે,
એક તમારો સાથ અને બીજો એકાંત.

"ચિંતન ટેલર"

"નજર ફેરવી સમંદર પર લાવી ના દેતાં ભરતી"



ખુલ્લાં કદમો એ ચાલ્યા કરો, મહેકી ઉઠે આ ધરતી,
નજર ફેરવી સમંદર પર લાવી ના દેતાં ભરતી.

બદલાયેલો છે રંગ ચમનનો તમારી હાજરીથી,
કળીઓ પણ આજે ખીલી ઉઠી છે ઝુલ્ફોને તમારી સ્પર્શી.

ધરા પર હરીફ જોઈ ચંદ્રનો, ઈર્ષા કરે છે ચાંદની,
અમર થઈ જાશે ખરતો સિતારો તમારી એક નજરથી.

દેખી તમારી આંખોની મસ્તી, વાદળ પણ જાય વરસી,
તમારી એક ઝલકને કાજે "ચિત" નજરો છે તરસી-તરસી.

"ચિંતન ટેલર"

Friday, July 9, 2010

"તે કોનું મરણ હશે?"



એમના હાથમાં ગુલાબ જોઈને સહુંને એમ થશે?
કે તે કોનું મરણ હશે? જે તે ગુલાબથી થશે.

"ચિંતન ટેલર"

"તમને જ બસ જોયા કરું"



નજરોની સામે રહ્યા કરો તો, આ પલકોને ખોલ્યા કરું,
નહીં તો આંખોને બંધ રાખી, તમને જ બસ જોયા કરું.

તમારા વદનના ઈશારાઓ વિકલ્પ બની ગયાં મુલાકાતનાં,
બીડેલા હોઠોં કહે જે તમારા તે શબ્દોને શોધ્યા કરું.

ચુકવી શકાશે નહીં કોઈ મૂડીથી કિંમત તમારા એક સ્મિતની,
મેળવવાને મોતી તમારા આંસુનું સમંદરને ખળ્યા કરું.

જીવનના હર પાસામાં રહી છે જીત અમારી સાથે-સાથે,
હારો નહી જો હ્યદય તમારું તો જીત પર રોયાં કરું.

ખોવાઈ ચુકેલા મનને અમારા, મળે જો સંગ "ચિત" તમારા મનનો,
પ્રીતની નાનકડી દાબડી માટે જીવનનો ખજાનો ખોયા કરું.

"ચિંતન ટેલર"

"પાણીની અમારે પણ ઘાત છે."



તમારા નયનો વિષે શું કહું?
તે તો સમંદરોની વાત છે,
નયન મીલાવતા પહેલા ભૂલી ગયો કે,
પાણીની અમારે પણ ઘાત છે.

"ચિંતન ટેલર"

"તેમણે હજુ સુધી આ તરફ જોયું નથી"



જેમને જોયા પછી બીજે કશે જોયું નથી,
તેમણે હજુ સુધી આ તરફ જોયું નથી.

ઊંચી-ઊંચી દિવાલોથી મોટો લાગે ઘુંઘટ તમારો,
જેમના ઢાંકેલા ચહેરાથી જગમાં અજવાળું જોયું નથી.

એક મંઝીલ આંખોમાં રાખી સપના સઘળાં દીધા ઉડાવી,
જેમના રસ્તે નીકળ્યા પછી પાછું વળી જોયું નથી.

હથેળી જોઈ કહે છે કોઈ અમને મળશે મન-ગમતું કોઈ,
લાગે છે એમની હથેળીમાં "ચિત" નું ભાવિ જોયું નથી.

"ચિંતન ટેલર"

"આમ અમે પણ કાંઇ કમ નથી"



તમારી નજરોમાં જ જાદુ છે,
બીજે તો ક્યાંય દમ નથી,
નજરો ને કહો અમારી પર પણ પડે,
આમ અમે પણ કાંઇ કમ નથી.

"ચિંતન ટેલર"