Wednesday, February 15, 2012

"મને થાક ખાવા દો"



ઘટનાઓની સામટી હારમાળાઓ છું,
જિંદગીથી પર ગયો, મને થાક ખાવા દો.

સમંદરમાંથી મલી નઈ ચિજ કઈ એવી,
કિનારે જે મલે તો કહું કે ભાગ આવવા દો.

વર્ષાની માઝમ રાતમાં ચાંદ તો ક્યાં દેખાય,
સિતારાઓ છે જેટલા તેનોજ ઉજાસ પડવા દો.

મને મારી નાખો, માણસમાંથી બાકાત કરી દો,
આત્માનો પણ વાંક છે "ચિત" તેને સળગવા દો.

ઘટનાઓની સામટી હારમાળાઓ છું,
જિંદગીથી પર ગયો, મને થાક ખાવા દો.

"ચિંતન ટેલર"

Saturday, February 4, 2012

"છુંપા નહોર રાખે છે"



સમંદરથી સમંદરમાં જવાની રિત સારી છે,
ખુદા સાથે તેવીજ મજાની પ્રિત સારી છે,
ના ડરું હુ જીવનમાં કોઈથી એટલું દે ખુદા,
જિંદગી છે, જિંદાદિલી નથી તેવી બીક લાગે છે.

છીપલાં ની નજરથી જોઉ ને તો
સમંદર અંદર થી શોર કરે છે.

ભરી મહેફિલમાં "કચ" કરે ક્યારેક
મશૂકા પણ કેટલી બોર કરે છે.

આખો દિવસ ખુદા સાથે રહે મારી
નશીબ મારૂ આમતો જોર કરે છે.

મૃત્યું ને પામવાનું મન થયું "ચિત"
જિંદગી કેવા છુંપા નહોર રાખે છે.

"ચિંતન ટેલર"

Wednesday, January 18, 2012

"ઝાંઝવાનું ઝૂરવું"



ઝાંઝવાનું ઝૂરવું તું શું જાણી શકે,
તારી પાસે પોતાના આંશુ તો છે.

"ચિંતન ટેલર"

Friday, January 6, 2012

"હુંજ જીતું ને હુંજ હારુ"



તમે મોર ચિતરો ને હું ટહુકો પાળું,
સુંદરતાને હુંજ ભવ્યતાથી કંડારૂ,

સંજોગોથી પર થઈ દીલથી નીહાળું,
પ્રેમની બાજી હુંજ જીતું ને હુંજ હારુ...

"ચિંતન ટેલર"

Sunday, December 4, 2011

"ઉમર લાગી જાય"



આજથી ૨૧ મહીના પહેલા એક ડળી ઉપર ફૂલ બેશવાની આશ જાગી અને અમારી જિંદગી બદલાઈ ગઈ, અમારા મન એ માત્ર વંશ ચલાવવાનું સાધન માત્ર ન હતું કે અમારી બચત ને વાપરનાર કે જાળવનાર વારસ, મારે મન તો મિત્ર અને ખાસ તો નવી જિંદગી, નાની નાની આંખો ખોલી એક વર્ષ પહેલા તેણે મારી દુનિયામાં વષંત ભરી દીધી હતી અને હજુય તેની ખુશ્બું અવિરત પણે રેલાતીજ રહી છે.

I GOT NEW BOYFRIEND

એવો MASSAGE લખેલો મને યાદ છે.....

આજે મારા દીકરાનો પ્રથમ જન્મ દીવસ
મારા મિત્રો મને પુછે કે તે શું આપ્યું "નંદ" ને?
મારો જવાબ માત્ર એટલો જ છે અને રહેશે...
હું શું આપી શકવાનો મારા બચ્ચાને,
જેણે મારી જિંદગી ખુશીઓથી ભરી દીધી હોય...

તને આપડા સબંધોની ઉમર લાગી જાય.....

"ચિંતન ટેલર"

Thursday, December 1, 2011

"ઘણા છળ રાખે છે"



કાચળી જેવા જ પળ રાખે છે,
માણસ છે ઘણા છળ રાખે છે.

મોતની સુંદરતા ગમતી નથી,
જિંદગી સતરંગી સળ રાખે છે.

યમુના જળ ઉપર સ્વચ્છ ભલે,
ઊંડે એય કાળી દળ રાખે છે.

સ્વાર્થની શેરીમાં લાગણીઓ જાણે,
આંખોમાં ભીના ભીના જળ રાખે છે.

"ચિંતન ટેલર"

Monday, November 28, 2011

" હું ભોંઠો પડી ગયેલો"



ઘણી વખત લોકો મને પુછે
આ કવિતા તમે પોતે લખો?
હું દર વખતે હાજ કહેતો...
આજે સવારે ભગવાન આવેલા,
અને હું ભોંઠો પડી ગયેલો.

મારે કહેવું પડ્યું, હું નથી લખતો...

"ચિંતન ટેલર"

Friday, November 25, 2011

"બંધન સ્વીકારે"



બુંદ ત્યારેજ મહાસાગર બને,
કે જ્યારે તે નદીનુ બંધન સ્વીકારે...

Wednesday, September 28, 2011

"ઉંબરો"



એક જમાનાથી ચોકી કરે છે જે શુરો,
સીત્તેરમાં પ્રવેશ્યો અમારા ઘરનો ઉંબરો...

ઉંબરો એટલે ઈજ્જતનો રક્ષક,
ઉંબરો એટલે મર્યાદા,
ઉંબરો એટલે લક્ષ્મણ રેખા,
ઉંબરો એટલે વૈભવ,

ઘણી વાર ઠોકર મારતો,
ઘણી વાર ખોળે બેસાળતો,
હસવાની ખુશીઓ લાવતો,
ગમમાં પણ સાથ નીભાવતો,

નવોધાનો સત્કાર થતો એ ઉંબરો,
વર્ષોથી અડીખમ અમારા ઘરનો ઉંબરો
સીત્તેરમાં પ્રવેશ્યો અમારા ઘરનો ઉંબરો...

"ચિંતન ટેલર"

નાનપણમા દાદાના ઘરે બા રોજ ઉંબરાની પાણી, કંકુ, કરોટી, અબીલ અને ગુલાલથી પુજા કરતા, એવું દરેકના ઘરમાં થતું, બસ આજે તે યાદ આવી ગયું, હવે તો ઘર હોય છે આલીશાન પણ ઉંબરો ક્યાં જોવા મળે છે?
ખરેખર ઉંબરા દોહ્યલા થતા જાય છે!!!

Friday, September 23, 2011

"દર્દનો વેપાર ન કર"



છલકાઈ જાય છે ખોબો મારો આશુંથીજ,
તું ભર ઉનળે માવઠાનો પ્રહાર ન કર.

રતુંબળી લાલીમાં પથરાય છે આકાશમાં,
તું આંખને બંધ કરીને અંધકાર ન કર.

જો તું નદી છે તો હું પણ સમંદર છું,
તું મુજથી છટકવાનો કોઈ વિચાર ન કર.

દીલમાં દર્દ હોયતોજ બને છે શાયરીઓ,
તું આવા મનના વહેમનો સંચાર ન કર.

હશે પ્રેમ દુનિયામાં ભગવાનથી પણ મહાન,
તું દરેકને દીલ આપી દર્દનો વેપાર ન કર.

લાખો સમણા છે લાખોની આંખોમાં "ચિત"
તું સપના જોવામાં ઈચ્છાને નિરાકાર ન કર.

"ચિંતન ટેલર"