Monday, July 12, 2010

"ક્ષણભર માટે મરીને"



જતા જતા એક જ વાર જોઈલે એ જો પાછું ફરી ને,
જીવતાં થઈ જઈએ અમે પણ ક્ષણભર માટે મરીને.

"ચિંતન ટેલર"

"ક્ષણે ક્ષણે જીવીને મરવું નથી"



ચાહું તને છું હું તો જીવનની જેમ,
તુ છે મારી લાગણીને હું છું તારો પ્રેમ.

ભટકતાં ને મારગ મળે, સાગરને સરિતા ભળે,
ધરા પર ઝુકે જેમ ગગન, મળી જઈશું તેમ.

જુઠાં જમાનાથી હવે ડરવું નથી, ક્ષણે ક્ષણે જીવીને મરવું નથી,
ધડકશો નહી જો ધડકન બની જીવી શકશું કેમ?

હાથમાં આપી દો આ હાથ "ચિત" સાત જનમનો છે જો આ સાથ,
તું છે મારી પ્રિયતમા ને હું છું તારો પ્રેમી.

"ચિંતન ટેલર"

"જીવનમાં મોત આવે છે પહેલીવાર"



નિંદર ભરીને આંખોમાં અમે પણ જાગતા રહ્યા પહેલીવાર,
નજર ભરીને જ્યારે તેમને પણ નીરખ્યા અમે પહેલીવાર,
કોણ કહે છે કે પ્રેમમાં અનુભવની જરુર પડે છે,
આમ પણ સહુંના જીવનમાં મોત આવે છે પહેલીવાર.

"ચિંતન ટેલર"

Sunday, July 11, 2010

"વીસરું હું તમને નથી એવી શક્તિ"



સૂરજથી નીકળેલું પહેલું કિરણ હું, તો મેઘધનુષ્યની રચના તમે છો,
આંખોમાં વસેલી નિંદર બનું હું, તો સાચા પડેલા સપના તમે છો.

નજરમાં નશાની અસર પણ તમે છો? જીવનમાં ખુશીની ખબર પણ તમે છો,
ધડકન બનીને ધડકવાને માટે હ્યદયને મળેલી સૂચના તમે છો.

પડછાયો તમે છો મારા બદન નો, મારા દ્વનિનો પડઘો તમે છો,
આગળ તમે છો, પાછળ તમે છો, અમારા વિચારોની વચમાં તમે છો.

તમારી નજરથી નથી લેવી મુક્તિ, વીસરું હું તમને નથી એવી શક્તિ,
"ચિત" તમે છો, ભક્તિ તમે છો, પૂજા તમે છો, અર્ચના તમે છો.

"ચિંતન ટેલર"

"ગુલાબી રંગોમાં યાદ ફરી એ આવી ગયાં"



સ્વપ્ન બની ને નિંદરમાં આવ્યા ને એ સ્વપ્નમાં છવાઈ ગયાં,
પ્રભાત સમયે ટહુકી કોયલને યાદ ફરી એ આવી ગયાં,
ખરી ધુપમાં પવન બનીને આસપાસ એ મારી લહેરાઈ ગયાં,
ખીલી ઉઠી સંધ્યાને ગુલાબી રંગોમાં યાદ ફરી એ આવી ગયાં.

"ચિંતન ટેલર"

Saturday, July 10, 2010

"પ્રુથ્વી ગોળ છે"



આગળ વધવા માટે એક પગ જમીન પર મુકવા સાથે જ બીજો પગ ઉઠાવવો પડતો હોય તો કોઈ એક માત્ર પાછળ પાગલ થઈ જીવનની પ્રગતિ શી રીતે અટકાવી શકાય?
જો આ જવાબ આપી ને કોઈ વચનોથી છટકી જવા માંગતુ હોય તો તેમ કહી શકાય કે,
આમ જો આગળ વધ્યા જ કરશો તો મારી પાસે જ આવવું પડશે, "પ્રુથ્વી ગોળ છે".

"ચિંતન ટેલર"

"ચહેરા ઉપર જરા પડદો કરી દો"



મરવા માટે શસ્ત્રો ઘણાં છે,
આંખોને તમારી આજે બંધ કરી દો.

આજે ચાંદનીના અજવાળાં ઘણાં છે,
ચહેરા ઉપર જરા પડદો કરી દો.

ગગનમાંહી આજે વાદળ ઘણાં છે,
જુલ્ફોને તમારી નિયંત્રણ કરી દો,

જીવવા જીવન જરુરત નથી આ દુનિયાની,
બસ એકવાર "ચિત" થી સ્મિત કરી દો.

તરી જાઉં સમંદર એક પાપણનાં સહારે,
તમારી એક પાપણનું બસ દાન કરી દો.

"ચિંતન ટેલર"

"સાચા હ્યદયથી માંગેલું હંમેશા મળે છે"



જ્યારે કોઈ એમ કહે છે..... સાચા હ્યદયથી માંગેલું હંમેશા મળે છે,
છતાં પણ હજું સુધી એ નજર પણ નાંખતાં નથી,
લાગે છે કે જેટલી તીવ્રતાથી અમે નિકટતા માંગીએ છે,
તેટલી જ તીવ્રતાથી તે દૂરતા માંગતા હશે.

"ચિંતન ટેલર"

"એક તમારો સાથ અને બીજો એકાંત"



યાદ આવે છે તે સફરમાં તમારું મળી જવું,
જ્યારથી તમે મળ્યા છો ત્યારથી માત્ર બે જ પરિસ્થિતિ પસંદ પડે છે,
એક તમારો સાથ અને બીજો એકાંત.

"ચિંતન ટેલર"

"નજર ફેરવી સમંદર પર લાવી ના દેતાં ભરતી"



ખુલ્લાં કદમો એ ચાલ્યા કરો, મહેકી ઉઠે આ ધરતી,
નજર ફેરવી સમંદર પર લાવી ના દેતાં ભરતી.

બદલાયેલો છે રંગ ચમનનો તમારી હાજરીથી,
કળીઓ પણ આજે ખીલી ઉઠી છે ઝુલ્ફોને તમારી સ્પર્શી.

ધરા પર હરીફ જોઈ ચંદ્રનો, ઈર્ષા કરે છે ચાંદની,
અમર થઈ જાશે ખરતો સિતારો તમારી એક નજરથી.

દેખી તમારી આંખોની મસ્તી, વાદળ પણ જાય વરસી,
તમારી એક ઝલકને કાજે "ચિત" નજરો છે તરસી-તરસી.

"ચિંતન ટેલર"